WI Vs IND: પ્રથમ વન ડેમાં વેસ્ટઈન્ડિઝની 8 વિકેટથી જીત
Live TV
-
વેસ્ટઈન્ડિઝે 1-0થી સીરિઝમાં આગેકૂચ કરી
ચેન્નાઈમાં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રણ મેચની વનડે સિરીઝમાં વેસ્ટઈન્ડિઝે પહેલી વનડે મેચ જીતી લીધી છે. ભારતને આઠ વિકેટથી વેસ્ટઈન્ડિઝે પરાજય આપ્યો હતો. ત્રણ મેચની વનડે સિરીઝમાં વેસ્ટઈન્ડિઝ 1-0થી આગેકૂચ કરી છે. હેતમાયરે 139 અને ઓપનર શાઈ હોપે અણનમ 102 રન ફટકારતા ભારતને ઈન્ડિઝ સામેની શ્રેણીમાં પ્રથમ વનડેમાં 13 બોલ બાકી હતા ત્યારે આઠ વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જીતવા માટેના 288 રનના ટાર્ગેટને પાર પાડતા વિન્ડિઝે માત્ર 47.5 ઓવરમાંજ બે વિકેટે 291 રન કરી લીધા હતાં
