Skip to main content
Settings Settings for Dark

વેસ્ટ ઈન્ડિઝ જનાર ક્રિકેટ ટીમની સંપૂર્ણ સીરીઝની કેપ્ટનશીપ કોહલીના હાથમાં

Live TV

X
  • આ સીરીઝમાં ધોનીએ બ્રેક લીધો છે. રોહિતને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જયારે ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ત્રણેય ફોરમેટ માટે પસંદ કરવામાં આવ્યા છે. ત્રણ ટી- 20, 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચ ભારત રમશે.

    વેસ્ટઈન્ડિઝ સાથે ઓગસ્ટ મહિનામાં યોજાનાર ક્રિકેટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની પસંદગી માટે આજે મુંબઈમાં પસંદગીકર્તાઓની બેઠક મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બેઠક અગાઉ ગઈકાલે પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની અનુપસ્થિતિ બતાવી શ્રેણીથી પોતાને અલગ કર્યા છે. ધોનીએ BCCI ને જણાવ્યું છે કે, તેઓ સેનામાં પ્રશિક્ષણ માટે બે મહિનાની રજા લઈ રહ્યા છે. ધોની પ્રાદેશિક સેનાની પેરાશૂટ રેજીમેન્ટમાં માનદ લેફ્ટનન્ટ કર્નલ પદ ઉપર છે. ભારત વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ ટી ટ્વેન્ટી, ત્રણ વન-ડે અને ત્રણ ટેસ્ટ મેચ રમશે. અંજિક્ય રહાણેને ટેસ્ટ ટીમમાં વાઈસ કેપ્ટન બનાવાયો છે. જયારે ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ત્રણેય ફોરમેટ માટે પસંદ કરાયા છે. વન-ડે અને ટી- ટવેન્ટીમાં નવદિપ સૈની ને તક અપાઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply