Skip to main content
Settings Settings for Dark

૬૩મી રાષ્ટ્રીય શૂટીંગ ચેમ્પીયનશીપમાં મનુ ભાકર અને અનીશ ભાનવાલે પાંચ સુવર્ણ ચંદ્રક જીત્યા

Live TV

X
  • ગઇકાલે ભોપાલ ખાતે રમાયેલી સ્પર્ધામાં ૧૭ વર્ષીય મનુ ભાકરે સીનિયર જુનિયર વ્યકિગત અને ટીમ ઇવેન્ટમાં મહિલાઓની ૧૦ મીટર એર પીસ્ટલ સ્પર્ધામાં ચાર સુવર્ણ ચંદ્રકો મેળવ્યા છે.  ફાઈનલમાં ર૪૩ અંકો સાથે તેણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પ૮૮ અંકો સાથે તેણે દક્ષિણ એશિયાઇ રમતોમાં અન્નુ રાજ સિંઘે કરેલા રેકોર્ડની બરોબરી કરી છે. ૧૭ વર્ષીય અનિશે પણ સીનીયર પુરૃષોની રપ મીટર રેપીડ ફાયર પીસ્ટલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. અનીશે ર૮ અંકો મેળવી રાજસ્થાનના ભાવેશ શેખાવતને હરાવ્યા હતા. શેખાવત ર૦ અંકો સાથે દ્વિતીય અને વિજયવીર સિધ્ધુ બાવીસ અંકો સાથે તૃતીય રહયાં છે. 
    સીનિયર મહિલા ૧૦ મીટર એર પીસ્ટલ ઇવેન્ટમાં દેવાંશી ધામાએ રજત તો યશસ્વીની સિંઘ દેશવાલે કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. મનુ ભાકર અને યશસ્વીની ર૦ર૦ ટોકયો ઓલમ્પીકમાં સ્થાન મેળવી ચૂકયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply