14 વર્ષથી નાની વયના બાળકોએ સ્કેટીંગ મેરેથોનમાં લિમ્કા બુકમાં વિક્રમ નોંધાવ્યો
Live TV
-
સરદાર વલ્લભભાઈની કર્મભૂમિ બારડોલી ખાતે 14 વર્ષથી નાની વયના બાળકોએ 24 કલાક સ્કેટીંગ મેરેથોનમાં ભાગ લઈને લિમ્કા બુકમાં વિક્રમ સ્થાપવાનો સફળ પ્રયાસ કર્યો છે. બારડોલીના સરદાર વીલા રેસિડેન્સીના પ્રાંગણમાં ધુકેત એકેડમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 11 જેટલા બાળકોએ એક અનોખું સાહસ દાખવીને સતત 24 કલાક સ્કેટિંગ મેરેથોનમાં ભાગ લીધો હતો. 11 બાળકોએ દર 2 કલાકે એકબીજાને રીલીવ કરીને સતત મેરોથોન ચાલુ રાખી હતી. સવારે 8 વાગ્યાથી શરૂ કરીને બીજે દિવસે સવારે 8 વાગ્યા સુધી સ્કેટીંગ મેરેથોનમાં ભાગ લઇને લિમ્કા બુકમાં વિક્રમ નોંધાવવા પ્રયાસ કર્યો હતો. 11 બાળકો એ સતત 24 કલાક સ્કેટીંગ મેરેથોનમાં ભાગ લઇને બારડોલી પંથક નું ગૌરવ વધાર્યું છે.
