19મી એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ 2 ગોલ્ડ સહિત 6 મેડલ જીત્યા
Live TV
-
ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલ 19મી એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ 2 ગોલ્ડ સહિત 6 મેડલ જીત્યા હતા.
ચીનના હાંગઝોઉમાં 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ઐશ્વર્યા પ્રતાપ સિંહ, દિવ્યાંશ સિંહ અને રુદ્રાંશ પાટીલે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવી ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે.
ઉપરાંત ઐશ્વર્યા પ્રતાપ સિંહે વ્યક્તિગત 10 મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ જીત્યો હતો. 25 મીટર પિસ્ટલ રેપિડ ફાયરમાં અનિશ, વિજયવીર અને આદર્શે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ભારતે રોઇંગમાં પણ શાનદાર પ્રદર્શન કરી બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ એમ કુલ 11 મેડલ સાથે ભારત પાંચમા ક્રમે છે.
