Skip to main content
Settings Settings for Dark

2026 ફીફા વિશ્વકપની ક્વોલિફાયરમાં કતારે ભારતને 3-0થી આપી માત

Live TV

X
  • સુનીલ છેત્રીની કપ્તાનીવાળી ભારતીય ફૂટબોલ ટીમે અગાઉ કુવૈત સામે રમાયેલી મેચમાં જીત મેળવી હતી.

    ફીફા વિશ્વકપ 2026 ક્વૉલિફાયરના બીજા રાઉન્ડમાં કતારે ભારતને 3-0થી હરાવ્યુ હતું. સુનીલ છેત્રીની કપ્તાનીવાળી ભારતીય ફૂટબોલ ટીમે અગાઉ કુવૈત સામે રમાયેલી મેચમાં જીત મેળવી હતી. પરંતુ કતાર સામેની મેચમાં ટીમ ઈન્ડિયા કોઈ ગોલ કરી શકી ન હતી.  કતારના મુસ્તફા મશાલે પોતાની ટીમ અને મેચનો પ્રથમ ગોલ ચોથી મિનિટે કર્યો હતો. આ પછી ભારતીય ટીમે  પ્રથમ હાફ સુધી બીજો ગોલ થવા દીધો નહોતો. આ રીતે પ્રથમ હાફ પછી કતાર 1-0થી આગળ રહ્યું હતું. પરંતુ બીજા હાફની શરૂઆતમાં કતારે બીજો ગોલ કર્યો હતો.  કતારના બીજા ગોલ બાદ લાંબા સમય સુધી રમત ગોલ વગર ચાલુ રહી હતી. પરંતુ  યુસુફે 86મી મિનિટે કતાર માટે ત્રીજો ગોલ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply