'ISSF વર્લ્ડ કપ ફાઇનલ: 2023' આવતીકાલથી દોહામાં શરૂ થશે, અત્યાર સુધીમાં ભારતના ખાતામાં ત્રણ ગોલ્ડ સહિત 9 મેડલ
Live TV
-
ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન-ISSF વર્લ્ડ કપ ફાઇનલ 2023 આવતીકાલે કતારની રાજધાની દોહામાં પુરૂષો અને મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાઓ સાથે શરૂ થશે.
સ્પર્ધામાં વિવિધ શૂટિંગ સ્પર્ધાઓમાં 13 ભારતીય શૂટર્સ ટોચના સન્માન માટે પોતાનું નસીબ અજમાવશે. અંતિમ સત્રમાં, આ વર્ષે 12 વર્લ્ડ કપ શૂટિંગ સ્પર્ધાઓમાં ટોચનું સ્થાન મેળવનાર 15 શૂટર્સ તેમની પ્રતિભાનું પ્રદર્શન કરશે. આ મહિનાની 18મીથી શરૂ થયેલી સ્પર્ધા 26મી નવેમ્બર સુધી ચાલશે.
ભારત ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સાથે વર્લ્ડ કપ મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ચીન સાત ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે સર્બિયા બીજા સ્થાને છે.
