અમદાવાદઃ 6 મહિલાઓએ સંયુક્ત રીતે સ્વરોજગાર ઊભો કરીને, મહિલા સશક્તિકરણની એક આગવી પહેલ કરી
Live TV
-
અમદાવાદઃ 6 મહિલાઓએ સંયુક્ત રીતે સ્વરોજગાર ઊભો કરીને, મહિલા સશક્તિકરણની એક આગવી પહેલ કરી
અમદાવાદ શહેરમાં 6 મહિલાઓએ સંયુક્ત રીતે સ્વરોજગાર ઊભો કરીને , મહિલા સશક્તિકરણની એક આગવી પહેલ કરી છે. આ મહિલાઓ બાળ ઉછેરના આધુનિક ઉપકરણો અને ભારતીય પરંપરાગત રમકડાઓનું વેચાણ કરશે. જેના વેચાણ દ્વારા સ્થાનિક રોજગારી અને યુવા સ્ટાર્ટ અપને પણ પ્રોત્સાહન મળી રહેશે. પ્રધાનમંત્રીના સ્વદેશી રમકડાંઓના ઉત્પાદનોમાં ભારતીય ચાઈલ્ડ ટોઈઝની વિદેશમાં પણ ભારે માંગ વધી રહી છે. ત્યારે ઘરની જવાબદારીઓ સાથે મહિલાઓએ સાથે મળીને આવા આધુનિક બિઝનેસ માટે આગળ આવી છે તે અન્ય મહિલાઓને પણ પ્રેરણા રૂપ બનશે. આ પ્રસંગે ગુજરાતી અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે મહિલાઓના આ સાહસને બિરદાવ્યું હતું અને સમાજ માટે એક પ્રેરણા રૂપ બાબત બની રહેશે તેમ પણ જણાવ્યું હતું.