વર્ષ 2024ના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર નેગેટીવ ટ્રેન્ડમાં ખુલ્યા
Live TV
-
વર્ષ 2024ના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર નેગેટીવ ટ્રેન્ડમાં ખુલ્યા હતા. જેમાં સેન્સેક્સ 22 પોઇન્ટના ઘટાડા સાથે 72 હજાર 218ની સપાટી પર ખુલ્યો હતો.
વર્ષ 2024ના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર નેગેટીવ ટ્રેન્ડમાં ખુલ્યા હતા. જેમાં સેન્સેક્સ 22 પોઇન્ટના ઘટાડા સાથે 72 હજાર 218ની સપાટી પર ખુલ્યો હતો. જે બાદ ઘટીને 186 પોઇન્ટ સુધી તુટ્યુ હતું. જો કે તે બાદ રીકવરી મોડ જોવા મળ્યો હતો. આજે ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા સ્ટીલ, આઇટીસી, પાવરગ્રીડ, ટાઇટન, રિલાયન્સ, લાર્સન એન્ડ ટુબ્રોના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક, HCL ટેક, AXIS બેંક, બજાજ ફાઇનાન્સ, NTPC, TCS, HDFC બેંક, ભારતી એરટેલના શેર રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. જ્યારે નીફ્ટી 21 હજાર 727 પોઇન્ટ પર ખુલ્યો હતો.