સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં કડાકો
Live TV
-
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજાર સામાન્ય વધારા સાથે ખુલ્યા બાદ વેચવાલીનો માહોલ સર્જાતા માર્કેટ 493 પોઇન્ટ સુધીને 71 હજાર 839 પોઇન્ટ સુધી નીચે ગયુ હતું. આજે સન ફાર્મા, ભારતી એરટેલ, પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ બજાજ ફીનસર્વના શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.
જ્યારે ITC, ટાઇટન , મારુતિ, JSWસ્ટીલ, TCS, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, NTPC, એક્સીસ બેંક, HDFC બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા , લાર્સન એન્ડ ટુર્બો, વિપ્રો, ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંકના શેર્સ રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. જ્યારે નીફ્ટી 21 હજાર 751 પોઇન્ટ પર ખુલ્યો હતો.
આજે ફરી એકવાર વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. નવા વર્ષની રજાના કારણે છેલ્લા સત્ર દરમિયાન અમેરિકન અને યુરોપિયન બજારોમાં રજા હતી, જેના કારણે ત્યાં કોઈ વેપાર થયો ન હતો. પરંતુ આજે ડાઉ જોન્સ ફ્યુચર્સ નજીવા વધારા સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. એશિયન માર્કેટમાં આજે મિશ્ર કારોબાર થઈ રહ્યો છે.