ગૌતમ અદાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ અને વિશ્વના 12માં નંબરના સૌથી ધનિક વ્યક્તિ
Live TV
-
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી 13માં નંબર પર છે.
અદાણી સમૂહના અધ્યક્ષ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ગૌતમ અદાણી વર્લ્ડ રેન્કિંગમાં 12માં નંબર પર છે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી 13માં નંબર પર છે. અદાણી સમૂહની નેટવર્થમાં વધારો થતા ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્ષે શુક્રવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણી 97.6 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે 12માં સ્થાન પર છે. મુકેશ અંબાણી 97 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે 13માં નંબર પર છે.
ગયા વર્ષની સરખામણી ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીના રેન્કિંગમાં સુધારો થયો છે. ઈન્ડેક્ષ રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 7.7 અરબ ડોલરનો વધારો અને મુકેશ અંબાણીની નેટવર્થમાં 665 મિલિયન ડોલરનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્ષ વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની રેન્કિંગ છે, જે માર્ચ 2012માં લોન્ચ થઈ હતી. વિશ્વના 500 સૌથી વધુ અમીર લોકોની સંપત્તિના આધાર પર ડેઈલી રેન્કિંગ થાય છે. જેમાં તમામ અરબપતિ વ્યક્તિઓની પ્રોફાઈલ શામેલ હોય છે.