સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર ખુલ્યા બાદ બોલ્યો કડાકો, FMCG અને બેન્ક શેરોમાં વેચવાલી
Live TV
-
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીને પગલે સપ્તાહની શરૂઆતમાં સવારે સેન્સેક્સ અને નિફ્ટી સકારાત્મક વલણ સાથે ખૂલ્યા હતાં.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીને પગલે સપ્તાહની શરૂઆતમાં સવારે સેન્સેક્સ અને નિફ્ટી સકારાત્મક વલણ સાથે ખૂલ્યા હતાં. તે પછી એફએમસીજી અને બેન્ક શેરોમાં વેચવાલીના દબાણને કારણે સેન્સેક્સ 205.80 પોઈન્ટસ ઘટીને 71,820.35 અને નિફ્ટી 52.10 પોઈન્ટસના ઘટાડા સાથે 21,658.70ના સ્તરે ક્વોટ થયા હતાં.
ઉલ્લેખનીય છે કે, ટીસીએસ અને ઈન્ફોસિસ જેવા અગ્રણી આઈટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો તેમજ વૈશ્વિક બજારના વલણથી સ્થાનિક ઈક્વિટી બજારોની દિશા નક્કી થશે. આજે સવારે ઈન્ડેક્સના ટોપ ગેઈનર્સમાં BPCL, આઈશર મોટર્સ, ટાઈટન, એલએન્ડટી, હીરો મોટોકોપ્સનો સમાવેશ થાય છે, જ્યારે ઈન્ફોસિસ, ટીસીએસ, તાતા કન્ઝ્યુમર, બજાજ ફાયનાન્સ અને ડિવિઝ લેબ્સ ટોપ લુઝર્સ રહ્યા હતાં.
એશિયાના બજારોમાં જોઈએ તો હોંગકોંગના હેંગસેંગ 2.04 ટકાના કડાકા સાથે 16,197.34 અને શાંઘાઈ કોમ્પોઝિટ ઈન્ડેક્સ 30.01 પોઈન્ટસ ઘટીને 2,898.28ના સ્તરે રહ્યા હતાં. જ્યારે જાપાનીઝ નિક્કેઈ 0.27 ટકા વધીને 33,377.42 પર ક્વોટ થઈ હતી.