સેન્સેક્સમાં જોવા મળ્યો 250 સુધીનો પોઇન્ટનો પ્રારંભિક ઉછાળો
Live TV
-
શેરમાર્કેટમાં આજે પણ તેજીનો દોર યથાવત રહ્યો હતો. આજે સવારથી જ સેન્સેક્સમાં 250 જેટલા પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આઇટી સેક્ટરના શેરોમાં લેવાલીના પગલે માર્કેટ ગ્રીન ઝોનમાં જ ટ્રેન્ડિંગ કરી રહ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના શેરોમાં પણ આજે આગેકૂચ જોવા મળી હતી. જ્યારે ટાટા કન્સલ્ટન્સીના શેર પણ વધારા સાથે કારોબાર કરી રહ્યાં હતાં.
નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 12 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક શેર્સમાં જોરદાર ઉછાળાને કારણે બેન્ક નિફ્ટીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઈન્ડેક્સના 12માંથી 11 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
નિફ્ટીના ટોપ ગેનર્સમાં હીરો મોટોકોર્પ, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, એક્સિસ બેન્ક અને ઇન્ડસઇન્ડ બેન્કના શેરનો સમાવેશ થાય છે. તેમાં 2.50 ટકાથી 1.31 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.