'ગરવી ગુર્જરી'ના કારીગરોએ એક દિવસમાં UPI પેમેન્ટ દ્વારા રૂ. 73 હજારથી વધુનું વેચાણ કર્યું હતુ
Live TV
-
મહાત્મા મંદિર ખાતે આયોજિત સમિટની 10મી આવૃત્તિમાં હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ સહિત તમામ કલાકારોને રોજગારીની તકો પૂરી પાડવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યુ છે
ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા દર બે વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વખતે પણ ઉદ્યોગો સાથે કલા, સંસ્કૃતિ અને ઈ-કોમર્સનો શ્રેષ્ઠ સમન્વય જોવા મળી રહ્યો છે. મહાત્મા મંદિર ખાતે આયોજિત સમિટની 10મી આવૃત્તિમાં હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ સહિત તમામ કલાકારોને રોજગારીની તકો પૂરી પાડવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
મહાત્મા મંદિર કેમ્પસમાં 'ગરવી ગુર્જરી' દ્વારા હાટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 33 જિલ્લામાંથી 58 વિવિધ ઉત્પાદનો વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. તેમાં ગરમ શાલ, બાંધણી (બંધેજ) સ્કાર્ફ, સાડીઓ, અકીક શણગારનો સમાવેશ થાય છે.
આ હાટ બજારની વિશેષતા એ છે કે વસ્તુઓ ખરીદ્યા પછી, પેમેન્ટ રોકડમાં નહીં, પરંતુ માત્ર UPI પેમેન્ટ દ્વારા કરવામાં આવે છે. વાઇબ્રન્ટ ગુજરાતના હાટ બજારમાં, ગરવી ગુર્જરીના કારીગરો દ્વારા એક દિવસમાં રૂ. 73 હજારથી વધુના ઉત્પાદનોનું વેચાણ થયું હતું.
ગરવી ગુર્જરી હાટ ઓનલાઈન અને ઈન્ટરનેશનલ કાર્ડ અને UPI દ્વારા પેમેન્ટ સ્વીકારે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ સરળ અને સુરક્ષિત બની ગયું છે. જેના કારણે મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. આર્ટ અને ઈ-કોમર્સનું બેસ્ટ કોમ્બિનેશન અહીં જોવા મળી રહ્યું છે.