ભારતીય શેરબજાર નવા શિખરે પહોંચ્યુ, સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ બ્રેક ઊંચાઈએ રહ્યા બંધ
Live TV
-
આઇટી, રિયાલિટી, ઓઇલ તેમજ ગેસના શેર્સમાં તેજી જોવા મળી હતી. તેમાં પણ આઇટી ઇંડેક્સ 52 મહિનાના સૌથી ઉપલા સ્તરે બંધ રહ્યો હતો.
ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે નવા શિખરે પહોંચ્યું. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડબ્રેક ઊંચાઇ સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 847 આંકના વધારા સાથે 72 હજાર 568ના સ્તરે, તો નિફ્ટી 247 આંકના વધારા સાથે 21 હજાર 894 આંક પર બંધ રહ્યો હતો. આઇટી, રિયાલિટી, ઓઇલ તેમજ ગેસના શેર્સમાં તેજી જોવા મળી હતી. તેમાં પણ આઇટી ઇંડેક્સ 52 મહિનાના સૌથી ઉપલા સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સ્મોલ અને મિડકેપ શેર્સમાં લેવાલી નીકળી હતી. વાત જો કોમોડિટી માર્કેટની કરીએ તો, MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામએ 437 રૃપિયાના વધારા સાથે 62 હજાર 225 રુપિયા બોલાઇ રહ્યો છે..જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 581 રૃપિયાના વધારા સાથે 71 હજાર 935 રૃપિયા બોલાઇ રહ્યો છે. બ્રેંટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ 79 ડોલરને પાર પહોંચ્યો છે. તો ડોલર સામે રૃપિયો નબળો રહેતા 82.92 પર કારોબાર કરી રહ્યો છે.