અનંત-રાધિકાના લગ્નમાં દેશ-વિદેશના મહેમાનનો જમાવડો, કિમ કાર્દશિયનથી લઇને બ્રિટનના પૂર્વ PM એરપોર્ટ પર સ્પોટ થયા
Live TV
-
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન આજે એટલે કે 12 જુલાઈએ થવાના છે. લગ્નમાં વિદેશી મહેમાનો આવી રહ્યા છે, જેમનું ખાસ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટથી લઈને હોટલ સુધી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દેશી-વિદેશી સ્ટાર્સના આગમનથી અંબાણી પરિવારના લગ્નમાં ચાર ચાંદ લાગી જશે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડલા દીકરા પુત્ર અનંત અંબાણી સાથે રાધિકા મર્ચન્ટ આજે એટલે કે 12મી જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે લગ્નનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. હવેથી થોડા કલાકો પછી બંને સાત ફેરા લઈને કાયમ માટે એકબીજાના થઈ જશે. લગ્નની તૈયારીઓ વચ્ચે દુનિયાભરના મહેમાનો આવી રહ્યા છે. હાલમાં વિદેશથી આવતા ઘણા મહેમાનો મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા છે.
ટોની બ્લેર પત્ની સાથે મુંબઈ પહોંચ્યા
અંબાણીના લગ્નમાં હાજરી આપવા માટે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર તેમની પત્ની ચેરી બ્લેર સાથે મુંબઈ પહોંચ્યા હતા. મુશળધાર વરસાદ વચ્ચે તે એરપોર્ટ પર નજરે આવ્યા હતા.
કિમ કાર્દશિયન અને ક્લોઇ કાર્દશિયનની ધમાકેદાર એન્ટ્રી
વિદેશી મૉડલ-ઇન્ફ્લુએન્સર કિમ કાર્દશિયન અને ક્લોઇ કાર્દશિયન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સ્ટાર-સ્ટડેડ વેડિંગ માટે હૉલીવૂડની ચમક લઈને મુંબઈ આવ્યા છે. બંને ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં ભારત પહોંચ્યા અને એરપોર્ટ પર તેમનું ભારતીય સ્ટાઇલમાં સ્વાગત કરવામાં આવ્યું.
અનંત-રાધિકાની ગ્રાન્ડ વેડિંગ માટે બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોન્સનસ, જાયન્ટ ટેક કંપની સેમસંગના માલિક હાન જોંગ, બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને પતિ નિક જોન્સ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. લગ્નમાં સામેલ થવા માટે બોલીવુડ-ટોલીવુડ સ્ટાર્સનો જમાવડો થવા લાગ્યો છે. સાઉથ સુપરસ્ટાર રામચરણ પણ પત્ની સાથે ભારે વરસાદમાં એરપોર્ટ પર સ્પોટ થયા હતા.
આજે અનંત-રાધિકાના લગ્ન
જણાવી દઈએ કે, આજે એટલે કે 12 જુલાઈ 2024ના રોજ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાત ફેરા લઈને હંમેશા માટે એક બીજાના થઈ જશે. એટલુ જ નહીં લગ્નનો આ કાર્યક્રમ 13 અને 14 જુલાઈએ પણ શરૂ રહેશે, જેમાં ઘણી વિધિ અને રિવાજો પૂર્ણ કરવામાં આવશે. પહેલો કાર્યક્રમ શુભ વિવાહ સમારોહ છે, જેમાં ભારતીય પરંપરાગત ડ્રેસ કોડ હશે. 13 જુલાઈએ શુભ આશીર્વાદ સમારોહ થશે, જેમાં ભારતીય ઔપચારિક ડ્રેસ કોડ હશે. સમારોહનું સમાપન 14 જુલાઈએ મંગલ ઉત્સવ એટલે કે લગ્નના રિસેપ્શન સાથે થશે, જેમાં ડ્રેસ કોડ ભારતીય ઠાઠ છે. વેડિંગ ફેસ્ટિવિટીમાં બોલીવુડથી લઈને હોલીવુડના સ્ટાર્સ સામેલ થનાર છે. તે સિવાય દેશના ઘણા નામી લોકો પણ લગ્નમાં પધારશે.