પ્રભાસની ફિલ્મ 'કલ્કી 2898'એ 500 કરોડનો આંકડો પાર કર્યો, રિલીઝના 11મા દિવસે રૂ. 41.3 કરોડનો બિઝનેસ કર્યો
Live TV
-
ફિલ્મે માત્ર હિન્દીમાં 211.9 કરોડ રૂપિયાની કમાણી કરી જ્યારે 600 કરોડના બજેટથી બનેલી આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં થઈ છે રિલીઝ
ફિલ્મ 'કલ્કી 2898 એડી' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. છેલ્લા ચાર દિવસમાં આ ફિલ્મે જોરદાર કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણે મહત્વની ભૂમિકા ભજવી છે. પ્રભાસની ફિલ્મ 'કલ્કી 2898 એડી'ને લઈને દર્શકોમાં ઘણી ઉત્સુકતા હતી. ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ દર્શકો તેને જોવા માટે થિયેટરોમાં ઉમટી પડે છે. હવે 'કલ્કી 2898 એડી'ની રિલીઝના 11મા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે.
11મા દિવસે 'કલ્કિ 2898 એડી'ની કમાણી
બોક્સ ઓફિસ ટ્રેકર Sacknilk અનુસાર, 'Kalki 2898 AD' એ તેની રિલીઝના 11મા દિવસે રૂ. 41.3 કરોડનો બિઝનેસ કર્યો હતો, જેનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 507 કરોડ થયું હતું. જેમાંથી ફિલ્મે માત્ર હિન્દીમાં 211.9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 600 કરોડના બજેટથી બનેલી આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે.
'સૅકનિલ્ક' અનુસાર, 'કલ્કી 2898 એડી'એ તેની રિલીઝના પહેલા દિવસે જ 95 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેણે રિલીઝના બીજા દિવસે દેશભરમાં 54 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસે 64.5 કરોડ રૂપિયા, ચોથા દિવસે 84 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 34.6 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 27.05 કરોડ રૂપિયા, સાતમા દિવસે 22.7 કરોડ રૂપિયા, 8માં દિવસે 22.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 9માં દિવસે 17.25 કરોડ રૂપિયા, 10માં દિવસે 34.45 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.