'કલ્કી 2898 એડી' 7 દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની
Live TV
-
પ્રભાસની પૈન ઈન્ડિયા ફિલ્મ 'કલ્કી 2898 એડી' બોક્સ ઓફિસ પર સતત હિટ ચાલી રહી છે. આ ફિલ્મ દર્શકોના દિલ જીતી રહી છે અને જંગી કમાણી કરી રહી છે. મહત્વનું છે કે 'કલ્કી 2898 એડી' 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને દરરોજ કરોડોનું કલેક્શન કરી રહી છે. હવે અઠવાડિયાની કમાણી સાથે, ફિલ્મ ભારતમાં રૂ.400 કરોડના ક્લબમાં પ્રવેશવાની તૈયારીમાં છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 6 દિવસમાં 610 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે ફિલ્મે પોતાના બજેટ જેટલી કમાણી કરી લીધી છે.
એક રિપોર્ટ મુજબ ફિલ્મે 95.3 કરોડ રૂપિયાની કમાણી સાથે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કર્યું હતું. બીજા દિવસે પણ ફિલ્મે 59.3 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 66.2 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ચોથા દિવસે પ્રભાસની ફિલ્મ 88.2 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે. પાંચમા દિવસે પણ 'કલ્કી 2898 એડી'એ 34.15 કરોડ રૂપિયા અને છઠ્ઠા દિવસે 27.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
હવે 'કલ્કિ 2898 એડી'ના સાતમા દિવસના પ્રારંભિક આંકડા બહાર આવ્યા છે. સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 400 કરોડની ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. 'કલ્કી 2898 એડી'એ ભારતમાં અત્યારસુધીમાં કુલ 392.9 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
7 દિવસના કલેક્શન સાથે 'કલ્કી 2898 એડી'એ ફિલ્મ 'સાહો'ને માત આપી દીધી છે. 2019માં રિલીઝ થયેલી પ્રભાસની આ ફિલ્મ સ્ક્રીન પર હિટ રહી હતી જેમાં શ્રદ્ધા કપૂર લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. 350 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ 'સાહો'એ ઘરેલુ બોક્સ ઓફિસ પર 359 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.