અમિતાભ બચ્ચને શાસ્ત્રોના જ્ઞાન માટે 'મહાભારત' મંગાવ્યુ પણ ઘરમાં રાખવામાં આવી મુશ્કેલી
Live TV
-
ડાયરેક્ટર નાગ અશ્વિનની પૌરાણિક અને સાયન્સ ફિક્શન ફિલ્મ 'કલ્કી 2898 એડી' લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મહાભારત યુગના સૌથી શક્તિશાળી યોદ્ધા અશ્વત્થામાની ભૂમિકા ભજવી છે.
ડાયરેક્ટર નાગ અશ્વિનની પૌરાણિક અને સાયન્સ ફિક્શન ફિલ્મ 'કલ્કી 2898 એડી' લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મહાભારત યુગના સૌથી શક્તિશાળી યોદ્ધા અશ્વત્થામાની ભૂમિકા ભજવી છે.
બિગ બીએ પોતાના બ્લોગમાં જણાવ્યું કે તેઓ મહાભારત વિશે વધુને વધુ જાણવા માંગતા હતા, આ માટે તેમણે મહાભારત પુસ્તક ખરીદ્યું. વધુમાં તેમણે ઉમેર્યુ કે "ફિલ્મ 'કલ્કી'માં, બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈને કલ્કીના જન્મ સુધીની ઘણી બાબતોને વિગતવાર બતાવવામાં આવી છે, જેના વિશે પોતે અજણા હતા
બિગ બી આગળ લખે છે, આપણા શાસ્ત્રોમાંથી ઘણું શીખી શકાય છે, મારા જેવો અભણ વ્યક્તિ પણ શિક્ષિત બનવા અને જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.અભિનેતાએ કહ્યું કે તેણે મહાભારતની ઘણી આવૃત્તિઓ મંગાવી હતી, પરંતુ તેને સ્ટોર કરવામાં સમસ્યા ઊભી થઈ.
અમિતાભે કહ્યું, "મેં જ્ઞાન મેળવવા માટે મહાભારતની ઘણી આવૃત્તિઓ મંગાવી હતી, પરંતુ જ્યારે મહાભારતના પુસ્તકો ઘરે પહોચ્યા તો પુસ્તકને ઘરમાં રાખવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો. તેને ઘરે રાખવાની મનાઈ છે...તેથી તે પુસ્તકાલયને આપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ઘરમાં મહાભારત રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થાય છે.
તમને જણાવી દઈએ કે 'કલ્કી 2898 એડી'માં પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પટણી જેવા કલાકારો પણ છે.પ્રભાસે ભૈરવની ભૂમિકા ભજવી છે જ્યારે દીપિકા પાદુકોણે એક મજબૂત મહિલા સુમતિની ભૂમિકા ભજવી છે, જે ગર્ભમાં રહેલા બાળક માટે લડે છે. કમલ હાસને વિલન યાસ્કીનનો રોલ કર્યો છે જ્યારે દિશા પટાનીએ રોક્સીની ભૂમિકા ભજવી છે.
ફિલ્મમાં ઘણા સ્ટાર્સ સ્પેશિયલ અપિયરન્સમાં છે, જેમાં ડિરેક્ટર રામ ગોપાલ વર્મા, ફિલ્મ મેકર એસ.એસ. રાજામૌલી, અભિનેતા વિજય દેવેરાકોંડા, દુલકર સલમાન અને અભિનેત્રી મૃણાલ ઠાકુર.