આજે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ
Live TV
-
આજે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે અને સેન્સેક્સ 72500ના મહત્વના સ્તરની નીચે આવી ગયો છે. મેટલ શેર્સ અને PSU બેન્કોને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
NSEના નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 11 શેર જ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 39 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ 1.28 ટકાના વધારા સાથે અને યુપીએલ 0.68 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. બજાજ ઓટો 0.54 ટકા, બજાજ ફાઇનાન્સ 0.42 ટકા અને હિન્દાલ્કો 0.32 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે.