સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ગ્રીનઝોનમાં બંધ રહ્યું
Live TV
-
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ગ્રીનઝોનમાં બંધ રહ્યું હતું. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 105 પોઈન્ટ વધીને 72 હજાર 748 અંક પર બંધ રહ્યો હતો. નિફ્ટી 22 હજાર 56 પર બંધ રહ્યો હતો. આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, જે એસ ડબલ્યુ સ્ટીલના શેરોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે અદાણી પોર્ટ્સ, ટાટા ક્ન્ઝ્યુમર્સ અને ટાઈટન કંપનીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
કોમોડિટીની વાત કરીએ તો. સોના-ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. જયારે ક્રૂડ ઓઈલમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. જયારે ભારતીય રૂપિયો સામાન્ય ઘટી 82.91ની સપાટી પર રહ્યો હતો.