કેનેડા, મેક્સિકો પર ટેરિફ રોકવાનો નિર્ણય લેવાતા ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી
Live TV
-
અમેરિકાએ કેનેડા અને મેક્સિકો સામે વધારાના કર લાદવાના નિર્ણયને સ્થગિત કર્યા પછી મંગળવારે ભારતીય બજારો અને અન્ય એશિયન શેરબજારોમાં તેજી રહી.
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ રોકવાનો નિર્ણય લીધા પછી ડોલર ઇન્ડેક્સ નબળો પડતાં 4 ફેબ્રુઆરીએ ભારતીય રૂપિયો વધુ મજબૂત બન્યો. શેર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 1397 ના વધારા સાથે 78,583 બંધ થયું. નિફ્ટી પણ 378.20 ના વધારા સાથે 23,739.25 પર ક્લોઝ થયું. નિફ્ટી બૅન્ક પણ 50,157.95 પર બંધ થયું.
રોકાણકારોની વાત કરીએ તો ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય ઇક્વિટી બજારમાં FII અને DII વચ્ચે માલિકીનો તફાવત તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે, કારણ કે FII એ તેમનો વેચાણનો દોર ચાલુ રાખ્યો છે જ્યારે સ્થાનિક રોકાણકારો મૂડીનું રોકાણ કરી રહ્યા છે. NSEમાં લિસ્ટેડ કંપનીઓમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો 12 વર્ષના નીચલા સ્તરે 17.23 ટકા પર આવી ગયો છે.
સોના અને ચાંદીમાં આજે ફ્લેટ દેખાઈ રહ્યું છે. સોનું 83,299 ની આસપાસ કારોબાર કરી રહ્યું છે. જ્યારે ચાંદી 94,253 ની આસપાસ દેખાઈ રહી છે. આજે મોટા ભાગના સેક્ટરમાં તેજી દેખાઈ, ક્ષેત્રીય રીતે, બેંકિંગ અને નાણાકીય શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી. નિફ્ટી પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ બે ટકાથી વધુ વધ્યા હતા.