ટ્રમ્પના ટેરિફ વોરની અસર ભારતીય બજાર પર, સેન્સેક્સ 319 પોઈન્ટ ઘટ્યો
Live TV
-
ટ્રમ્પના ટેરિફ વોર અને નબળા વૈશ્વિક સંકેતોની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી. બજારમાં ચારે બાજુ વેચવાલી હતી.
શેરબજારમાં ઘટાડાનું કારણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત છે. ટ્રમ્પે મેક્સિકો, કેનેડા અને ચીન પર વેપાર ટેરિફ લાદ્યા છે. ટ્રમ્પના ટેરિફ વોર અને નબળા વૈશ્વિક સંકેતોની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી. સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. બિટકોઇનમાં પણ જોરદાર ઘટાડો દેખાયો. 4000 ની આસપાસ ઘટાડા સાથે 95,096 ની આસપાસ કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ 319.22 પોઈન્ટ અથવા 0.41 ટકા ઘટીને 77,186.74 પર બંધ થયો. બીજી તરફ નિફ્ટી 121.10 પોઈન્ટ અથવા 0.52 ટકા ઘટીને 23,361.05 પર બંધ થયો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.2 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2 ટકા ઘટીને બંધ થયો. સેક્ટરમાં આઇટી, ફાર્મા, ઓટો વધારા સાથે બંધ થયા. તો એનર્જી , મેટલ લાલ જોનમાં બંધ થયાં. વિવિધ શેરો પર નજર કરીએ તો વૉલટસ, બજાજ ફાઇનાન્સ, ડિવિસ લેબ ગ્રીન ઝોનમાં બંધ થયાં,તો મધરસન , હિન્દુસ્તાન એરોન, એનસીસી ઘટાડા સાથે બંધ થયાં. સોના અને ચાંદીની વાત કરીએ તો mcx પર સોનું 589 ના વધાર સાથે 82, 560 ની આસપાસ જોવા મળી રહ્યું છે. જ્યારે ચાંદીમાં 494 નાં વધારા સાથે 93,708 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.