ગઈકાલના કડાકા બાદ આજે ભારતીય શેરબજારમાં રિકવરી
Live TV
-
ગઈકાલના કડાકા બાદ આજે ભારતીય શેરબજારમાં લીલા નિશાને કારોબાર ચાલી રહ્યો છે. 100 અંકના વધારા સાથે સેન્સેક્સ 73 હજાર નજીક કારોબાર કરી રહ્યો છે. તો, 65 અંકના વધારા સાથે નિફ્ટી 22 હજારને પાર ટ્રેડ કરી રહ્યો છે.
બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટર પર સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. આ તરફ,ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ આજે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે..100 રૂપિયાના ઘટાડા સાથે દસ ગ્રામ સોનાનો ભાવ 65 હજાર 800 થયો છે. તો, એક કિલો ચાંદીનો ભાવ 75 હજાર 275 પર પહોંચ્યો છે.