બજારમાં સતત થઈ રહેલાં ધોવાણ બાદ આજે માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો
Live TV
-
સેંસેક્સ આજે સવારે 34 હજાર 291 પર ખુલ્યો હતો અને 732.43ના સુધારા સાથે 34 હજાર 733 પર બંધ થયો
બજારમાં સતત થઈ રહેલાં ધોવાણ બાદ આજે માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેંસેક્સ આજે સવારે 34 હજાર 291 પર ખુલ્યો હતો અને 732.43ના સુધારા સાથે 34 હજાર 733 પર બંધ થયો હતો. નિફ્ટી 237.85ના સુધારા સાથે 10 હજાર 472 પર બંધ થયો હતો. ડોલરની સામે રૂપિયાની સ્થિતિમાં પણ આજે સુધારો જોવા મળ્યો હતો. ડોલરની સામે રૂપિયો 73.66 પર બંધ થયો હતો.