INX મામલે કાર્તિ ચિદમ્બરમ પર કસાયો ગાળિયો, 54 કરોડની સંપત્તિ જપ્ત
Live TV
-
આઈ.એન.એક્સ. મામલામાં ઈડીએ કાર્યવાહી કરી છે. ઈડીએ કાર્તિ ચિદમ્બરમની 54 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. કાર્તિની આ સંપત્તિ ભારત, સ્પેન અને બ્રિટનમાં છે. ઈન્કમટેક્સ મામલે કાર્તિ ચિદમ્બરમ પર સતત આઈડીનો સકંજો કસાઈ રહ્યો હતો.
જો કે આ પહેલાં સીબીઆઈ અને ઈડીએ એરસેલ મેક્સિસ અને આઈ.એન.એક્સ. મીડિયા મામલે પી. ચિદંબરમ પર પણ કાર્યવાહી કરી હતી. ત્યારે હવે ઈડીની નવી કાર્યવાહીથી કાર્તિ ચિદંબરમ વધુ મુશ્કેલીમાં મુકાયા છે.