12 લાખ નોન ગેઝેટેડ રેલ કર્મચારીઓને બોનસ
Live TV
-
તહેવારની સિઝનમાં કેન્દ્રીય કેબેનેટે, રેલ કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. રેલવેએ 12 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસનું વેતન બોનસના રૂપમાં આપવાનો નિર્ણય કર્યો છે. રેલવે બોર્ડે વર્ષ 2017 અને 18 માટે, પોતાના કર્મચારીઓને ઉત્પાદકતા લિંક્ડ બોનસના રૂપે, 78 દિવસના બોનસનો પ્રસ્તાવ કર્યો હતો. જે હેઠળ દરેક કર્મચારીને 17,951 રૂપિયા મળશે. કેન્દ્રીય કેબિનેટે આજે નેશનલ કાઉન્સીલ ફોર વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગને પણ મંજૂરી આપી દીધી છે. જે હેઠળ, નેશનલ કાઉન્સીલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અને નેશનલ સ્કિલ ડેવલપિંગ એજન્સીનો વિલય કરવામાં આવશે.