સેન્સેક્સમાં ભારે ઘટાડો, 806.47 પોઈન્ટના ઘટાડા સાથે બંધ
Live TV
-
ઘરેલું બજારમાં સતત બીજા દિવસે સેન્સેક્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. શેરબજાર ગુરુવારે ખુલતા જ 600થી વધારે પોઈન્ટનો કડાકો બોલાયો હતો. એક સમયે સેન્સેક્સમાં 700થી વધારે પોઈન્ટનો ઘટાડો થયો હતો. નિફ્ટીમાં પણ 150થી વધારે અંકનો ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ 35,521 અને નિફ્ટી 10,754 પર ખુલ્યો હતો. સેન્સેક્સ બુધવારે 550 અંકે તુટીને બંધ થયો હતો. ડોલરના મુકાબલે રૂપિયામાં સતત ઘટાડો, કાચા તેલની કિંમતોમાં વૃદ્ધિ અને વિદેશી વિધેયકોની વેચવાલીના કારણે શેરબજારમાં ઉથલ પુથલ જોવા મળી રહી છે.