શેરબજારમાં શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ રહ્યા
Live TV
-
બ્રોકરોને અનુસાર અમેરિકી ફેડરલ રિઝર્વએ બુધવારે આ વર્ષમાં ત્રીજી વખત નીતિગત વ્યાજદરોમાં વધારો કર્યો જેનાં કારણે એશિયાના બજારમાં ઉથલપાથલ જોવા મળી.
આજે શેરબજારમાં સવારે સકારાત્મક સંકેતો બાદ શુક્રવારે સેન્સેક્સ 97.03 અંકના ઘટાડા સાથે 36 હજાર 227.14 પર અને નિફ્ટી 47.10 અંકના ઘટાડા સાથે 10 હજાર 930.45 ની સપાટીએ બંધ રહ્યો હતો. તો આ પહેલાં ગુરુવારે રોકાણકારોનું વલણ સાવધાનીભર્યું રહ્યું હતું. જેનાં કારણે શરૂઆતના કારોબારમાં સેંસેક્સ અને નિફ્ટિમાં ઘણો ચઢાવ-ઉતાર જોવા મળ્યો.
બ્રોકરોને અનુસાર અમેરિકી ફેડરલ રિઝર્વએ બુધવારે આ વર્ષમાં ત્રીજી વખત નીતિગત વ્યાજદરોમાં વધારો કર્યો જેનાં કારણે એશિયાના બજારમાં ઉથલપાથલ જોવા મળી. તો આ સાથે બુધવારે સરકાર દ્વારા 19 વસ્તુઓ પર આયાત શુલ્ક વધારાતા તેની અસર પણ બજાર પર જોવા મળી. તો ડોલર સામે રૂપિયો આજે નબળો રહેતા 1 ડોલરનો ભાવ 72 પોઇન્ટ ઓગણસિત્તેર રૂપિયા થયો છે. એક દિવસમાં રૂપિયામાં 6 પૈસાનો ઘટાડો નોંધાયો છે