બજાર ભારે ઘટાડા પર ખુલ્યું, સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 71 હજાર પર પહોંચ્યો
Live TV
-
ભારતીય શેરબજાર આજે બીએસઈ સેન્સેક્સ 500 પોઇન્ટ ઘટીને 71 હજાર, 089 જ્યારે નિફ્ટી 140 પોઇન્ટ ઘટીને 21 હજાર, 615 પોઇન્ટ સાથે ખૂલ્યું હતું. આજે બીએસઈ સેન્સેક્સમાં સૌથી વધુ ફોર્સ મોટર, TCFC ફાયનાન્સ , એક્સચેન્જિંગ સોલ્યુશન્સ વધુ વધ્યા હતા. બેન્કિંગ, આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ટ્રેડિંગના પ્રથમ એક કલાક બાદ શેરબજારના મોટા શેરોમાં આઈશર મોટર્સ, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા, બીપીસીએલ અને અદાણી એન્ટરપ્રાઈઝના શેર 1.66 ટકાથી 1.10 ટકાની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એલટી માઇન્ડટ્રી, એચડીએફસી બેંક અને સિપ્લાના શેર 2.33 ટકાથી 1.65 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
આ પહેલા મંગળવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 482.70 પોઈન્ટ અથવા 0.68 ટકાના વધારા સાથે 71,555.19 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 127.20 પોઈન્ટ અથવા 0.59 ટકા ઉછળીને 21,743.25 પોઈન્ટના સ્તરે મંગળવારના ટ્રેડિંગને સમાપ્ત કર્યું હતું.