આજે ભારતીય શેર બજાર તેજી સાથે ખુલ્યા બાદ સામાન્ય ઘટાડો નોંધાયો
Live TV
-
ભારતીય શેર બજાર આજે તેજી સાથે ખુલ્યા બાદ સામાન્ય ઘટાડા તરફ જોવા મળ્યા હતા. સેન્સેક્સ 239 પોઇન્ટના વધારા સાથે 72 હજાર 61 પોઇન્ટ પર ખુલ્યો હતો. જે બાદ વેચવાલીનો માહોલ સર્જાતા સેન્સેક્સ 46 પોઇન્ટ જેટલો તુટીને 71 હજાર 767 પોઇન્ટ પર પહોંચ્યો હતો.
આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, વિપ્રો, ટાટા સ્ટીલ, ટેકનોકેમ, પાવરગ્રીડ, ટાટા મોટર્સ, મારુતિ, જેએસડબલ્યુ, બજાજ ફીનસર્વ, એચડીએફસી બેંક અને ટીસીએસના શેર્સ ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે 21 હજાર 906 પોઇન્ટ પર ખુલ્યો હતો.
આ પહેલા બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 267.64 પોઈન્ટ અથવા 0.37 ટકાના વધારા સાથે 71,822.83 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 96.80 પોઈન્ટ અથવા 0.45 ટકા ઉછળીને 21,840.05 પોઈન્ટના સ્તરે બુધવારના ટ્રેડિંગને સમાપ્ત કર્યું હતું.