બજાર ખૂલતાંની સાથે સેન્સેક્સમાં લગભગ 100 પોઈન્ટનો ઘટાડો
Live TV
-
શેરબજારમાં પ્રોફિટ બુકિંગ થતાં સેન્સેક્સ નિફ્ટી તૂટીને ખૂલ્યા છે. બજાર ખૂલતાંની સાથે સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે 72,600ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટીમાં 45 પોઈન્ટનો ઘટાડા સાથે 22,075ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
IPOને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ વિભોર સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડના શેરે આજે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થતાં જ જોરદાર એન્ટ્રી કરી છે. શેર એક્સચેન્જમાં 181 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો. આ શેર BSE પર રૂ. 421ના ભાવે લિસ્ટ થયો જ્યારે શેર NSE પર રૂ. 425ના ભાવે લિસ્ટે થયો છે.
જ્યારે ઈશ્યુની કિંમત 151 રૂપિયા છે. તો વૈશ્વિક શેરબજારમાં અમેરિકન ફ્યુચર્સમાં બહુ ફેરફાર જોવા મળી રહ્યો નથી. એશિયાના બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.