ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 83 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
Live TV
-
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 83 ડોલર આસપાસ છે અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 79 ડોલર આસપાસ છે. તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ, બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27, કોલકતામાં રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76, ચેન્નઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના બીજા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.32 ડોલર એટલેકે 0.39 ટકાના વધારા સાથે બેરલ દીઠ 82.65 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 1.01 ડોલર એટલેકે 1.28 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 78.18 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.