બેંકોના વિલયના કારણે નહીં કોઈ કર્મચારીની નોકરીઃ નાણામંત્રી
Live TV
-
કેન્દ્રિય નાણામંત્રી નિર્મળા સિતારમણે આજે ચેન્નઈમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, બેન્કોના વિલીનીકરણના કારણે એક પણ કર્મચારીની નોકરી જશે નહીં. એટલું જ નહિ કોઈ પણ બેન્કને બંધ પણ કરવામાં નહીં આવે.
તેમણે જણાવ્યુ હતું કે, બજેટમાં જાહેર કરાયેલા પગલાં તેમનું પરિણામ દર્શાવી રહ્યા છે. અમે બેન્કોને રી-કેપીટલાઇઝેશન માટે રૂપિયા 70 હજાર કરોડ આપ્યા છે. તેનાથી તમામ સેક્ટરોને ફાયદો પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની 10 સાર્વજનીક ક્ષેત્રની બેંકનું વીલીનીકરણ કરીને 4 બેંક બનાવવાની જાહેરાત કરી હતી. પંજાબ નેશનલ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ ના વિલિનીકરણની જાહેરાત કરી હતી. આ સિવાય કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કના મર્જરની પણ જાહેરાત કરાઈ હતી.
આ ઉપરાંત યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું પણ મર્જર થશે તેવી વાત નાણામંત્રીએ તેમના સંબોધનમાં કરી હતી. કેન્દ્રિય નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું હતું કે પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવા માટે કામગીરી ચાલી રહી છે. ત્યારે બેન્કોએ લોકોના હિતમાં નિર્ણય લીધો છે.
નિર્મળા સીતારમણે કહ્યું હતું કે, હવે દસ રાષ્ટ્રીય બેન્કને બદલે ફક્ત ચાર બેન્ક બનશે એટલે કે હવે કુલ 12 રાષ્ટ્રીય બેન્ક રહેશે. 18થી 14 સરકારી બેન્ક નફામાં છે. હાઉસિંગ ફાઈનાન્સને 3,300 કરોડ રૂપિયાનો સરકાર સપોર્ટ કરશે. તેમણે શેલ કંપનીઓ અંગે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશમાંથી 3 લાખથી વધુ શેલ કંપનીઓ બંધ થઈ ચૂકી છે.