વધી નથી રિટર્ન ભરવાની અંતિમ તારીખ, IT વિભાગે કરી સ્પષ્ટતા
Live TV
-
સીબીડીટીએ ફરિયાદ નિવારણ માટે બનાવ્યા સ્ટાર્ટઅપ સેલ
ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારાઈ હોવાની ખબરને આઈટી ડિપાર્ટમેન્ટે ખોટી ગણાવી છે. આવકવેરા વિભાગે આઈટી રિટર્ન દાખલ કરવાની તારીખ લંબાવવાની ચાલી રહેલી ચર્ચાને ફગાવી દીધી છે. વિભાગે કરદાતાઓને આજે જ જ રિટર્ન દાખલ કરી દેવાની સલાહ આપી છે. સીબીડીટીએ ફરિયાદ નિવારણ માટે સ્ટાર્ટઅપ સેલ બનાવ્યા છે.
આ બાબતે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે, હાલ ઈન્કમટેક્સ રિર્ટન ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ જ છે. કરદાતાઓને સલાહ આપવામાં આવી છે કે, તેજ દિવસે તેઓ પોતાનું આઈટી રિટર્ન ભરે. આવકવેરા વિભાગ દ્વારા આ સ્પષ્ટીકરણ એટલાં માટે આપવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર 29 ઓગસ્ટના રોજ એક પોસ્ટ સામે આવી હતી જેમાં આઈટી રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારીને 30 સપ્ટેમ્બર કરાઈ હોવાની ખબર હતી જો કે, આવકવેરા વિભાગે આવી ખબરોને નકારી કાઢીને ખોટી ગણાવી છે.