સેન્સેક્સમાં 382 પૉઇન્ટનું ગાબડું, નિફ્ટી 10,950થી નીચેની સપાટી બંધ
Live TV
-
વૈશ્વિક અર્થતંત્રોમાં આવેલી નબળાઈ અને અમેરિકા-ચીન વચ્ચેના વેપાર યુદ્ધ અંગેની ચિંતાના પગલે આજે પણ ભારતીય શૅરબજારોની આજે નબળી શરૂઆત થઈ હતી.
વૈશ્વિક અર્થતંત્રોમાં આવેલી નબળાઈ અને અમેરિકા-ચીન વચ્ચેના વેપાર યુદ્ધ અંગેની ચિંતાના પગલે આજે પણ ભારતીય શૅરબજારોની આજે નબળી શરૂઆત થઈ હતી. શૅરબજારો ખુલ્યાં ત્યારે સેન્સેક્સ 151.90 પૉઇન્ટ ઘટ્યો હતો અને નિફ્ટીમાં 47.60 પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. 286 શૅરમાં લેવાલી જોવા મળી હતી, 489 શૅરોમાં વેચવાલી જોવા મળી હતી અને 28 શૅરો યથાવત્ રહ્યા હતા. ફાર્મા સિવાયના તમામ ક્ષેત્રોમાં વેચવાલીનું વાતાવરણ જોવા મળ્યું હતું. બંને સૂચકાંકોમાં આ વલણ આગળ વધતું જોવા મળ્યું હતું. દિવસના અંતે સેન્સેક્સમાં 382 પૉઇન્ટનું ગાબડું પડ્યું હતું. નિફ્ટી 10,950થી નીચેની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીમાં એસબીઆઈ, એચડીએફસી, યસ બૅન્ક, ઍક્સિસ બૅન્ક અને કોટક મહિન્દ્રા બૅન્ક સૌથી વધુ ઘટનાર શૅરો રહ્યા હતા. જ્યારે સન ફાર્મા, ભારતી ઇન્ફ્રાટેલ, વેદાંતા, જેએસડબ્લ્યુ સ્ટીલ અને એનટીપીસીના શૅરોમાં ઊછાળો જોવા મળ્યો હતો.