વાર્ષિક GST રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ વધારી 30 નવેમ્બર કરાઈ
Live TV
-
વાર્ષિક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ત્રણ મહિના વધારીને 30 નવેમ્બર કરી દેવામાં આવી છે. નાણા મંત્રાલયે સોમવારે આ અંગે ઘોષણા કરી છે.
સરકારે વ્યાપારીઓને રાહત આપતા જીએસટી અંતર્ગત નાણાકીય વર્ષ 2017-18નું વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઑગસ્ટથી વધારીને 30 નવેમ્બર કરી દેવામાં આવી છે. વર્ષ 2017-18ના વાર્ષિક રિટર્ન ફોર્મ જીએસટીઆર-9, 9એ અને રિકૉન્સિલિએશન સ્ટેટમેન્ટવાળું ફોર્મ ભરવાની તારીખ 30 નવેમ્બર કરવામાં આવી છે.