સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 793 પોઈન્ટનો ઉછાળો
Live TV
-
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં જોવા મળી તેજી. BSEનો સેન્સેક્સ 793 પોઇન્ટ જ્યારે NSEનો નિફ્ટીમાં 229 પોઈન્ટના ઉછાળા સાથે થયો બંધ - બેન્કીંગ અને ફાયનાન્સ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળતા રોકાણકારોમાં હાશકારો.
ભારતીય શેરબજાર આજે દિવસભર ગ્રીન ઝોનમાં રહ્યો હતો. સપ્તાહના પહેલા દિવસે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. બેકિંગ, ઓટો અને ટેકનોલોજીના શેરોમાં લેવાલીના પગલે BSEનો સેન્સેક્સ 793 અંકના વધારા સાથે 37 હજાર 494 જ્યારે NSEનો નિફ્ટી 229ના વધારા સાથે 11 હજાર 058 પર બંધ થયો હતો.
આજના દિવસે એક્સિસ, યસ તેમજ HDFCના શેરો ટોપ ગેનર્સ રહ્યા હતા.જ્યારે રિલાયન્સ અને ભારતી એરટેલમાં પણ લેવાલીનો દોર જોવા મળ્યો હતો.