સેન્સેક્સમાં 228 તો નિફ્ટીમાં 88 પોઈન્ટનો વધારો
Live TV
-
સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો.
અમેરિકા-યુરોપ બજારોમાં મંદીને પગલે અઠવાડિયાના છેલ્લા દિવસે બજાર ખુલ્યુ રેડ ઝોન ખુલ્યુ હતુ. જો કે બપોર બાદ બજારમાં 150 અંકો સુધીનો સુધારો આવ્યો હતો. દિવસ દરમિયાન હીરો મોટોકૉપ, ટાટા ઈલેક્સી લીમીટેડ, હેરીટેઝ ફુડ્સ, કેઈઆઈના શેયરોમાં તેજી જ્યારે એચડીઆઈએસ, સીજી પાવર, ઈન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ, કેઈસીના શેયરોમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 228 અંક વધી 36 હજાર 701 અંકે જ્યારે નિફ્ટી 88 અંક વધી 10 હજાર 829 અંકે રહ્યો બંધ