ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, નિફ્ટીએ 21 હજાર પોઈન્ટનો આંક વટાવ્યો
Live TV
-
ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, નિફ્ટીએ 21 હજાર પોઈન્ટનો આંક વટાવ્યો
માત્ર એક દિવસના ઘટાડા બાદ આજે ભારતીય શેરબજાર ફરી એકવાર તેજીના માહોલમાં જોવા મળ્યું હતું. શેરબજારમાં સતત વધારાના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને અત્યાર સુધીના તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચવામાં સફળ રહ્યા. નિફ્ટીએ આજે પ્રથમ વખત 21 હજાર પોઈન્ટની સપાટી વટાવી હતી. જોકે, બાદમાં નજીવી વેચવાલીથી તેનું સ્તર થોડું ઘટ્યું હતું. ટ્રેડિંગની શરૂઆતની 60 મિનિટ બાદ સેન્સેક્સ 0.44 ટકા અને નિફ્ટી 0.42 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
આજે જેએસડબલ્યુ સ્ટીલ, એચસીએલ ટેકનોલોજી, એનટીપીસી, પાવરગ્રીડ, એચડીએફસી બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, વિપ્રો, કોટક બેંક, સન ફાર્મા, ટાટા મોટર્સ, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેંક, એશિયન પેઇન્ટના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જ્યાર ટીસીએસ, રિલાયન્સ, ભારતી એરટેલના શેર રેડ ઝોનમાં જોવા મળ્યા હતા.