સેન્સેક્સ 40 પોઇન્ટના સામાન્ય વધારા સાથે 69 હજાર 694 પોઇન્ટ પર ખુલ્યો
Live TV
-
સેન્સેક્સ 40 પોઇન્ટના સામાન્ય વધારા સાથે 69 હજાર 694 પોઇન્ટ પર ખુલ્યો
છેલ્લાં ધણા દિવસથી તેજીના માહોલ વચ્ચે ખુલતુ શેર બજાર આજે સામાન્ય તેજી સાથે ખુલ્યા બાદ ઘટાડા તરફ જતુ જોવા મળ્યું હતું અને આજે સેન્સેક્સ 40 પોઇન્ટના સામાન્ય વધારા સાથે 69 હજાર 694 પોઇન્ટ પર ખુલ્યો હતો. જો કે તે બાદ સતત ઘટ્યા બાદ સેન્સેક્સ 260 પોઇન્ટ સુધી તુટ્યો હતો. આજે મારુતિ, એનટીપીસી, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસન્ડ બેંક, વિપ્રો, ટાટા મોટર્સ, ટીસીએસ અને ટાઇટન સહિતની કંપનીના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે એચડીએફસી બેંક, એસબીઆઇ, ટાટા સ્ટીલ, સન ફાર્મા, આઇસીઆઇસીઆઇ બેંક, આઇટીસી, લાર્સન એન્ડ ટુર્બો, ભારતી એરટેલના શેર રેડ ઝોનમાં રહ્યા હતા. જ્યારે 20 હજાર 932 પોઇન્ટ પર ખુલ્યો હતો. હાલ સેન્સેક્સ 60 પોઇન્ટ ઘટાડા સાથે 66 હજાર 589 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે.