ભારતીય શેર બજારમાં આજે પણ જોવા મળી રહી છે ઐતિહાસિક તેજી
Live TV
-
આજે પણ ભારતીય શેર બજાર ઐતિહાસિક તેજી તરફ ટ્રેન્ડ કરતું જોવા મળી રહ્યું છે. જેમાં સેન્સેક્સ 238 પોઇન્ટના વધારા સાથે 69 હજાર 534 પોઇન્ટ પર ખુલ્યો હતો. જે વધીને 69 હજાર 164ની સપાટી સુધી પહોંચયો હતો. આજે આઇટીસી, વિપ્રો, નેસ્ટલે ઇન્ડિયા, એચસીએલ ટેકનોલોજી, રિલાયન્સ, એશિયન પેઇન્ટ, બજાજ ફાઇનાન્સ,ટીસીએસ,એસબીઆઇ,સનફાર્મા,ટાટા મોટર્સ સહિતની કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા.
જ્યારે નીફ્ટી 20 હજાર 950ની સપાટી પર ખુલ્યો હતો. આમ, આજે સેન્સેક્સ અને નિફ્ટી નવી ઐતિહાસિક સપાટી બનાવે તેવી શક્યતા છે.