2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે: S&P
Live TV
-
નાણાકીય વર્ષ 2026-27માં જીડીપી વૃદ્ધિ દર 7% સુધી પહોંચવાનો અંદાજ છે.
વૈશ્વિક રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે કહ્યું કે; વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ 2026-27માં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ દર 7% સુધી પહોંચવાનો અંદાજ પણ મૂક્યો છે.
S&P ગ્લોબલ રેટિંગ્સે મંગળવારે જાહેર કરેલા તેના નવીનતમ અનુમાનમાં જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં 6.4%ના સ્તરે રહેશે તે પહેલા આગામી નાણાકીય વર્ષ 2024-25માં 6.9% સુધી પહોંચશે. એજન્સીએ કહ્યું કે; નાણાકીય વર્ષ 2026-27માં તે 7% સુધી પહોંચી જશે.
અગાઉ, S&P એ તેના 'ગ્લોબલ ક્રેડિટ આઉટલુક 2024'માં 31 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થતા ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં GDP વૃદ્ધિ 6.4% રહેવાનો અંદાજ મૂક્યો હતો, જ્યારે અગાઉના નાણાકીય વર્ષ 2022-23માં તે 7.2% હતો.
રેટિંગ એજન્સીએ કહ્યું કે અમે નાણાકીય વર્ષ 2026-27માં ભારતનો આર્થિક વિકાસ દર 7% સુધી પહોંચતો જોઈ રહ્યા છીએ. S&Pએ જણાવ્યું હતું કે, ભારત 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. એજન્સીએ કહ્યું કે અમને આશા છે કે તે આગામી 3 વર્ષમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે.
ઉલ્લેખનીય છે કે ભારત હાલમાં અમેરિકા, ચીન, જર્મની અને જાપાન પછી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.