ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત બાદ 400 અંકનો વધારો
Live TV
-
ભારતીય શેરબજારમાં રિકવરી જોવા મળી રહી છે. શેરબજારની શરૂઆત સપાટ કારોબારથી થયા બાદ સેન્સેક્સ 400 અંક ઉછળીને 74 હજાર નજીક પહોંચ્યો હતો..નિફ્ટી પણ 90 અંકની તેજી સાથે 22 હજાર 400 પર ટ્રેડ કરી રહ્યું છે.
બેન્કિંગ અને આઇટી સેક્ટરના શેર્સમાં મજબૂતી જોવા મળી રહી છે..જ્યારે FMCG, રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. આ તરફ, ગઈકાલે સર્વોચ્ય સપાટી પર પહોંચ્યા બાદ આજે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે .55 રૂપિયાના ઘટાડા સાથે 10 ગ્રામ સોનાનો ભાવ 65 હજાર 980 પર પહોંચ્યો છે..તો, 13 રૂપિયાના ઘટાડા સાથે ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 75 હજાર 500 પર પહોંચ્યો છે.