મોડાસામાં BSNL અરવલ્લી દ્વારા કસ્ટમર કેર સેમિનાર યોજાયો
Live TV
-
અંતરિયાળ વિસ્તારમાં સેવા સુદ્રઢ બનાવવા નવા ટાવર ઉભા કરવા અંગે અને મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટ સ્પીડ વધારવા સહિત ગ્રાહકોની સેવા વધારવા વિચારણા કરવામાં આવી
ભારતીય સંચાર નિગમ બીએસએનએલ અરવલ્લી વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના બીએસએનએલના ગ્રાહકો સાથે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના વડા બીએસએનએલ વડા શ્રવણ કુમાર ની અધ્યક્ષતામાં કસ્ટમર કેર ગ્રાહકોને પડતી જુદી તકલીફો અને નવા વર્ષમાં નવું શું કરવું છે તેની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર જિલ્લા પંચાયત સદસ્ય ચિરાગ નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહ સામાજિક કાર્યકર નીલેશ જોષી અને વિવિધ સંસ્થાઓ જેવીકે જેસીસ,જાયન્ટ્સના ,પદાધિકારીઓ ટ્રસ્ટના પ્રમુખો ઉપપ્રમુખો હાજર રહી બીએસએનએલના અધિકારીઓ સાથે મોબાઈલ સેવા સુધારણા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી તદઉપરાંત અંતરિયાળ વિસ્તારમાં સેવા સુદ્રઢ બનાવવા નવા ટાવર ઉભા કરવા અંગે અને મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટ સ્પીડ વધારવામાં રજુઆત કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજેન્દ્ર ગોર અને જીગર મહેતા અને તેમની ટીમે સફળ આયોજન કર્યું હતું