વર્ષ 2023ના છેલ્લા કારોબારમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે રહ્યું બંધ, સેન્સેક્સ 170 આંકના ઘટાડા સાથે અને નિફ્ટી 47 આંકના ઘટાડા સાથે બંધ રહ્યાં
Live TV
-
એનર્જી, PSU બેંક, IT સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જ્યારે ઓટો, FMCG, રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં નવી લેવાલી જોવા મળી હતી.
વર્ષ 2023ના છેલ્લા કારોબારમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે રહ્યું બંધ રહ્યુ છે. સેન્સેક્સ 170 આંકના ઘટાડા સાથે 72 હજાર 240 પર અને નિફ્ટી 47 આંકના ઘટાડા સાથે 21 હજાર 731 પર રહ્યાં બંધ... એનર્જી, PSU બેંક, IT સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતુ તો સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો.
આજે એનર્જી, PSU બેંક, IT સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જ્યારે ઓટો, FMCG, રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં નવી લેવાલી જોવા મળી હતી.કોમોડિટીની વાત કરીએ તો બ્રેંટ ક્રૂડ ઓઈલ 77.50 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ રૂ. 63 હજાર 200 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ રૂ. 73 હજાર 880 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે.
વર્ષ 2023ના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત લાલ નિશાને થઈ હતી.180 અંકના ઘટાડા સાથે સેન્સેક્સ 72 હજાર 200ની સપાટી પર ખુલ્યો હતો.જ્યારે નિફ્ટી પણ 62 અંકના ઘટાડા સાથે 21 હજાર 700ની આસપાસ ખુલ્યો હતો.
આઈટી અને બેન્કિંગ સેક્ટરમાં વેચવાલીના કારણે શેરબજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. શેરબજારની સાથે કોમોડિટી માર્કેટમાં પણ ઘટાડો નોંધાયો છે..10 ગ્રામ સોનાનો ભાવ 80 રૂપિયા ગગડી 63 હજાર 300 પર પહોંચ્યો છે.તો, 660 રૂપિયાના ઘટાડા સાથે ચાંદીનો ભાવ 74 હજાર 300 પર પહોંચ્યો હતો.