વર્ષ 2023ના અંતિમ કારોબારી દિવસેની ભરતીય શેર બજારની નબળી શરૂઆત
Live TV
-
વર્ષ 2023ના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત લાલ નિશાને થઈ હતી.180 અંકના ઘટાડા સાથે સેન્સેક્સ 72 હજાર 200ની સપાટી પર ખુલ્યો હતો.જ્યારે નિફ્ટી પણ 62 અંકના ઘટાડા સાથે 21 હજાર 700ની આસપાસ ખુલ્યો હતો.
આઈટી અને બેન્કિંગ સેક્ટરમાં વેચવાલીના કારણે શેરબજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. શેરબજારની સાથે કોમોડિટી માર્કેટમાં પણ ઘટાડો નોંધાયો છે..10 ગ્રામ સોનાનો ભાવ 80 રૂપિયા ગગડી 63 હજાર 300 પર પહોંચ્યો છે.તો, 660 રૂપિયાના ઘટાડા સાથે ચાંદીનો ભાવ 74 હજાર 300 પર પહોંચ્યો હતો.