કારોબારી સત્રની શરૂઆતમાં પહેલીવાર સેન્સેક્સ 72 હજાર 250ની સપાટીને પાર
Live TV
-
સ્થાનિક શેરબજારમાં તેજીનો તબક્કો યથાવત છે. આજના ટ્રેડિંગની શરૂઆત ઓલ ટાઈમ હાઈના નવા રેકોર્ડ સાથે થઈ હતી. શરૂઆતના ટ્રેડિંગમાં જ ખરીદીના ટેકાથી શેરબજાર મજબૂતાઈની બીજી ટોચે પહોંચવામાં સફળ રહ્યું હતું.
જાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 72 હજાર 250 પોઈન્ટને પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટીએ પણ 21 હજાર 700ની સપાટી વટાવી હતી. આ સાથે અમેરિકન બજારોમાં પણ તેજી જોવા મળી હતી. તો એશિયન માર્કેટ પણ લીલુંછમ જોવા મળ્યુ હતુ.
શરૂઆતના ટ્રેડિંગમાં NTPC, JSW સ્ટીલ, BPCL અને SBI લાઇફના શેરમાં ઉછાળો નોંધાયો હતો...જ્યારે એક્સિસ બેન્ક, ઇન્ફોસિસ, બજાજ ઓટો અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં નબળાઈ નોંધાઈ હતી.તો. કોમોડીટી બજારમાં સોના -ચાંદી લીલા નિશાન સાથે કારોબાર કરો રહ્યા છે.