ભારતીય શેર બજાર આજે ગ્રીન ઝોનમાં, સેન્સેક્સ 156 પોઇન્ટના વધારા સાથે 71,492 પોઇન્ટ પર ખુલ્યો
Live TV
-
ભારતીય શેર બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જેમાં સેન્સેક્સની વાત કરીએ તો 156 પોઇન્ટના વધારા સાથે 71 હજાર 492 પોઇન્ટ પર ખુલ્યો હતો. ખાસની દિવાળી બાદ નવા વર્ષે માર્કેટમાં ઓટો સેક્ટર, એફએમસીજી અને સહિતની ખરીદી વધતા શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જે 300 પોઇન્ટ સુધી વધીને 71,676 પોઇન્ટની ઉચ્ચ સપાટી પર પહોંચ્યો હતો.
આજે અલ્ટ્રા સીમેન્ટ, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, આઇટીસી, એક્સીસ બેંક, એચડીએફસી બેંક,અને ટીસીએસ સહિતના શેરના ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. જ્યારે ટાઇટન, હિંદુસ્તાન યુનિલીવર, મારુતી અને એશિયન પેઇન્ટના શેર્સ રેડ ઝોનમાં રહ્યા હતા. જ્યારે નીફ્ટી 21,497 પોઇન્ટની સપાટી પર ખુલ્યો હતો. જે વધીને 21,545 પોઇન્ટ સુધી પહોંચ્યો હતો.