સેન્સેક્સ 71,124.28 પોઈન્ટ પર ખુલ્યો, સ્મોલ કેપ શેરમાં તેજી
Live TV
-
BSE સેન્સેક્સ અને NSEના નિફ્ટી પર સીધી શરૂઆત
શેરબજારના છેલ્લા કારોબારી સપ્તાહમાં BSE સેન્સેક્સ અને NSEના નિફ્ટી પર સીધી શરૂઆત થઈ છે. નિફ્ટીમાં 15.50 પોઈન્ટનો ઉછાળો આવતા 21364.90 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. સેન્સેક્સમાં 17.32 પોઈન્ટમાં વધારો થતા 71,124.28 પોઈન્ટ પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં IT સેક્ટરના સ્ટોક્સ તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં પણ તેજી જોવા મળી રહી છે.
શરૂઆતના કારોબારમાં ઈંફોસિસના શેરની કિંમતમાં 2 ટકાનો ઘટાડો થયો છે. નિફ્ટી, UPL, ટાટા સ્ટીલ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, NTPC, અને બ્રિટાનિયા જેવા શેરમાં ઉછાળો આવ્યો છે. વિપ્રો, ટેક મહિંદ્રા, TCS અને HCL ટેકનોલોજી શામેલ છે. ફિનટેક કંપની પેટીએમએ કર્મચારીઓની છટણી કરવાના અહેવાલ સામે આવતા આજે આ કંપનીના શેરની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.